મોરબીના વનાળીયા ગામની સીમમાં કોઈ કારણોસર કપાસમાં છાંટવાની દવા પી ગયેલા દિનેશભાઈ મેળાનું મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા દિનેશભાઈ સોમલાલ મેળા ઉવ.૪૫ વાળાએ ગઈકાલ તા.૧૦/૦૯ના રોજ વનાળીયા ગામની સીમમાં કોઈ કારણસર કપાસમાં છાંટવાની દવા પી જતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






