હળવદ તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે રાણેકપર ગામની સીમમાં ઘોડી-પાસાનો જુગાર રમતા ૧૩ શખ્સોને ઝડપી રૂ.૨,૬૮,૬૦૦/-ની રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે રાણેકપર ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન ઘોડી-પાસાનો જુગાર રમતા નયનભાઈ વૃજલાલ માકાસણા રહે. સાનિધ્ય બંગલો હળવદ, સામંતભાઈ રામજીભાઈ ઝાપડા રહે. અન્નક્ષેત્ર પાસે હળવદ, પ્રેમજીભાઈ બાબુભાઈ નાકિયા રહે. ચુલી તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર, વાસુદેવભાઈ સોંડાભાઈ ડાભી રહે. ચુલી તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર, હુસેનભાઈ ઇબ્રાહીમભાઈ વેડલીયા રહે. દિલ્હી દરવાજા પાસે ધાંગધ્રા, લક્ષ્મણભાઈ રણછોડભાઈ મુંધવા રહે. કુંભાર દરવાજા બહાર હળવદ, રહેમાનભાઈ ગુલાબભાઈ સામતાણી રહે. રેલવે સ્ટેશન પાસે ધાંગધ્રા, લાલજીભાઈ કિશોરભાઈ વાઘેલા રહે. ભાર્ગવી સોસાયટી ધાંગધ્રા, દલસુખભાઈ પમાભાઈ જાદવ રહે. સર્વોદય સોસાયટી ધાંગધ્રા, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ નટવરભાઈ પરમાર રહે. આંબેડકર નગર સાયલા, પિયુષભાઈ ચમનભાઈ સચાણીયા રહે. આનંદ પાર્ક હળવદ, દિનેશભાઈ વજાભાઈ ઢવાણિયા રહે. ભવાનીનગર ઢોરો હળવદ તથા નરેન્દ્રભાઈ તરસીભાઈ ચૌહાણ રહે. આંબેડકર નગર ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર વાળાને ઝડપી લેવાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૨,૬૮,૬૦૦/-ની રોકડ રકમ સહિતનો મુદામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






