Friday, September 11, 2026
HomeGujaratમોરબી કલેક્ટર ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલયની સરપ્રાઈઝ મુલાકાતે

મોરબી કલેક્ટર ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલયની સરપ્રાઈઝ મુલાકાતે

હાજરી પત્રક, સ્ટોક રજીસ્ટર અને રેકોર્ડની નિભાવણી ચકાસી અધિકારીઓ, વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી જરૂરી સૂચનો કર્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય ખાતે સરપ્રાઇઝ મુલાકાત કરવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ભૌતિક સુવિધાઓ, બેડિંગ, ક્લોથિંગ, ભોજન વગેરેનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું.

બાલિકાઓના આરોગ્યની ચકાસણી માટે યોગ્યતા અનુસાર મેડિકલ સ્ટાફની નિમણૂક કરવા અંગે તેમજ વિકાસ વિદ્યાલય ખાતે સ્ટાફની જરૂરી સ્ટાફની ભરતી બાબતે ચર્ચા કરવા માં આવી હતી. તદુપરાંત નિભાવવામાં આવતા રજીસ્ટરોની તપાસ તેમજ સૂચનપેટીના પત્ર વ્યવહાર અંગે ની ચકાસણી તેમજ તે સબંધિત જે તે અધિકારી ઓને જરૂરી માર્ગદર્શન આપવા માં આવ્યું હતું. તેમજ બિલ્ડિંગના ચાલતા કામોની ચકાસણી કરી હતી.

બાળાઓ સાથે રૂબરૂ સંવાદ કરીને તેમને મળતી સુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જીલ્લા વહીવટી તંત્ર બાળકોના સુરક્ષિત અને સુવ્યવસ્થિત વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!