મોરબી વિસ્તારના PGVCLને લગતા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં ૧૪ સપ્ટેમ્બરે સમીક્ષા બેઠક યોજાશે. આ સાથે ઉદ્યોગકારો-પ્રજાજનોને ૧૨ સપ્ટેમ્બર સુધી પ્રશ્નો રજૂ કરવા અપીલ કરવામાં આવી છે.
મોરબી વિસ્તારના પી.જી.વી.સી.એલ.ને લગતા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના આયોજન હેઠળ આગામી તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યે પી.જી.વી.સી.એલ. કચેરી મોરબી-૨ ખાતે સમીક્ષા બેઠક યોજાશે. બેઠકમાં મંત્રી, સંસદ સભ્યો, ધારાસભ્યો, પી.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડિરેક્ટર તેમજ રાજકોટ-મોરબીના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
ઉદ્યોગકારો અથવા પ્રજાજનોને PGVCLને લગતા કોઈ પ્રશ્નો કે પડતર સમસ્યાઓ હોય તો તે અંગેની રજૂઆત તા.૧૨ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબી સ્થિત ઉમા ટાઉનશીપ ખાતેના કાર્યાલયમાં બે નકલમાં પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે.






