Saturday, September 12, 2026
HomeGujaratટંકારાના ગજડી ગામે અંદર-બહારનો જુગાર રમતા ૭ જુગારી ઝડપાયા

ટંકારાના ગજડી ગામે અંદર-બહારનો જુગાર રમતા ૭ જુગારી ઝડપાયા

રોકડા રૂ.૯૧ હજાર સહિત કુલ રૂ.૧.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કરતી ટંકારા પોલીસ.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસે ગજડી ગામે બાલ મંદિર પાસે જાહેરમાં ગંજીપત્તાના પાના અને પોસ્ટર ઉપર અંદર-બહારનો જુગાર રમતા ૭ ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે રોકડા રૂ.૯૧ હજાર તથા પાંચ મોબાઇલ સહિત કુલ રૂ.૧.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ટંકારા પોલીસને બાતમી મળી કે ગજડી ગામે કાનજીભાઇ હીરાભાઇ ઝારીયા માણસો ભેગા કરી ગંજીપત્તાના પાના વડે પોસ્ટર ઉપર માગ પત્તુ(અંદર-બહાર)નો જુગાર રમી રમાડે છે, જેથી પોલીસે તુરંત ગજડી ગામે રેઇડ કરતા જ્યાં બાલ મંદિર નજીક જુગાર રમતા કાનાભાઇ હીરાભાઇ ઝારીયા ઉવ.૩૯ રહે.ગજડી, તા. ટંકારા, હકાભાઇ છગનભાઇ ઝારીયા ઉવ.૩૭ રહે.ગજડી તા. ટંકારા, રાજેશભાઇ ઉર્ફે લાલાભાઇ દેવાયતભાઇ ડાંગર ઉવ.૩૭ રહે. ગજડી તા. ટંકારા, કિશોરભાઇ રૂગનાથભાઇ જીવાણી ઉવ.૫૦ રહે.રવાપર ઘુનડા રોડ બાલાજી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૧ મોરબી મૂળ રહે. ખાનપર તા.જી. મોરબી, વિપુલભાઇ સવજીભાઇ ધોડાસરા ઉવ.૪૬ રહે. ખાનપર તા.જી. મોરબી, લાલજીભાઇ મેરામભાઇ ઝારીયા ઉવ.૪૦ રહે. ગજડી તા. ટંકારા, કાનાભાઇ નાગદાનભાઇ કુંભારવાડીયા ઉવ.૩૪ રહે. નાની વાવડી મોરબી મૂળ રહે. ફડસર, તા.જી. મોરબી વાળાને પોલીસે રોકડા રૂ.૯૧,૦૦૦/-, પાંચ મોબાઇલ ફોન કિ.રૂ.૨૫,૦૦૦/- સહિત કુલ રૂ.૧,૧૬,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!