Saturday, September 12, 2026
HomeGujaratવાંકાનેરના ઢુવા નજીકથી ચોરીના બાઇક સાથે એક ઇસમ ઝડપાયો

વાંકાનેરના ઢુવા નજીકથી ચોરીના બાઇક સાથે એક ઇસમ ઝડપાયો

વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર ઉમિયા સીરામીક સામે મોરબી એસઓજી ટીમે શંકાસ્પદ હાલતમાં નંબર વગરના મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. બાઇકના દસ્તાવેજો ન હોવાનું અને ચેસીસ-એન્જિન નંબર પરથી પણ વિગતો ન મળતા પોલીસે બાઇક ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જાહેર કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઢુવા-માટેલ રોડ પર નંબર વગરના કાળા રંગના હીરો હોન્ડા સ્પ્લેન્ડર સાથે નવાઝભાઇ નિઝામુદીનભાઇ શેરશીયા રહે. લીંબાળા તા. વાંકાનેર વાળો મળી આવ્યો હતો. જેથી બાઇક અંગે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતા તથા આરસી બુક કે અન્ય કાગળો માંગતા ગલ્લા તલ્લા કરવા લાગતા, પોલીસે બાઇકના ચેસીસ અને એન્જિન નંબર આધારે તપાસ હાથ ધરી હતી. તેમ છતાં બાઇક અંગે વિગતો ન મળતા, બાઇક કબજે કરી આરોપી નવાઝભાઇ નિઝામુદીનભાઇ શેરશીયાની અટકાયત કરીને આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!