મોરબી તાલુકા પોલીસે પીપળી ગામની વૃંદાવન સોસાયટીમાં ભાડાના મકાનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૫૧ બોટલ અને બિયરના ૨૪ ટીન સહિત કુલ રૂ.૪૨,૪૮૦/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ પીપળી ગામની વૃંદાવન સોસાયટીમાં દિવ્યેશભાઈ પ્રભુભાઈ દેકાવડીયા પોતાના ભાડાના રહેણાક મકાનના બાથરૂમમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન મકાનના બાથરૂમમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કાચ તથા પ્લાસ્ટિકની ૫૧ બોટલ કિ.રૂ.૩૯,૧૨૦/- અને બિયરના ૨૪ ટીન કિ.રૂ.૩,૩૬૦/- મળી કુલ રૂ.૪૨,૪૮૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી દિવ્યેશભાઈ દેકાવડીયા હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી, પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.






