ટંકારાના મિતાણા નજીક અજાણ્યા વાહનચાલકે પગપાળા જતા પરપ્રાંતીય શ્રમિકને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા તાલુકાના મિતાણા નજીક રોડ પર પગપાળા કાલાવડ તરફ જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ધ્રોલિયા ગામના પાટીયા પાસે આવેલ ચંદન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં તા.ટંકારા રહેતા શ્રમિક સુનિલભાઈ કૈલાશભાઈ મકવાનીને અજાણ્યા વાહનચાલકે પિતાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી હડફેટે લીધા હતા. ત્યારે અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં તેમને ૧૦૮ મારફતે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક પોતાના વાહન સાથે સ્થળ પરથી નાસી ગયો હતો. બનાવ અંગે મૃતકના બનેવી ભીમસિંગ છગનભાઇ ડાવર હાલ રહે. ચંદન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ધ્રોલીયા તા.તંજરા મૂળ મધ્યપ્રદેશ દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા એમવી એક્ટ હેઠળ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






