સીટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે કબીર ટેકરી રામાપીર મંદિર પાસે દરોડો પાડી જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા પરેશભાઈ ધિરજભાઈ અગેચણીયા ઉવ.૨૨ રહે. કબીર ટેકરી શેરી નં. ૩ મોરબી, શિવાભાઈ વિરજીભાઈ ડોડીયા ઉવ.૨૫ રહે. કબીર ટેકરી શેરી નં. ૫ મોરબી, જયેશભાઈ શ્યામજીભાઈ અગેચણીયા ઉવ.૨૧ રહે. વિશીપરા પ્રજાપત કારખાના પાસે મોરબી, યોગેશભાઈ મગનભાઈ વાઘાણી ઉવ.૩૦ રહે. કબીર ટેકરી શેરી નં. ૨ મોરબી, અલ્પાબેન મનસુખભાઈ લાલવાણી ઉવ.૪૦ રહે. કબીર ટેકરી શેરી નં. ૫ મોરબી, ભાવનાબેન ઉર્ફે ભાવલી બાબુભાઈ અબાસણીયા ઉવ.૪૫ રહે. વજેપર શેરી નં. ૧૪ મોરબી તથા સુનીતાબેન નિતીનભાઈ અગેચણીયા રહે.વીસીપરા પ્રજાપતીના કારખાના પાસે મોરબી વાળાને રોકડા રૂ.૧૪,૭૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.






