Saturday, September 12, 2026
HomeGujaratમાળીયા અને વાંકાનેર તાલુકામાં બે દરોડામાં કુલ નવ જુગારી ઝડપાયા

માળીયા અને વાંકાનેર તાલુકામાં બે દરોડામાં કુલ નવ જુગારી ઝડપાયા

માળીયા(મી) અને વાંકાનેર તાલુકામાં પોલીસે અલગ-અલગ દરોડા પાડી ગંજીપત્તા વડે ત્રણ પનાનો જુગાર રમતા કુલ ૯ શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને સ્થળેથી રોકડા કુલ રૂ.૧૩,૧૮૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જુગારની પ્રથમ રેઇડમાં માળીયા(મી) પોલીસે જુના દેવગઢ ગામે મોમાઈ માતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા મેઘાભાઈ લાભુભાઈ પીપળીયા ઉવ.૨૦ રહે. બગસરા તા.માળીયા(મી), ગણેશભાઈ વજાભાઈ સુરાણી ઉવ.૩૫ રહે. બુટવડા તા.હળવદ, મુન્નાભાઈ ગગજીભાઈ રાઠોડ ઉવ.૨૪ રહે. જીંજુડા તા.જી.મોરબી, અશોકભાઈ રૂપાભાઈ ધોળકીયા ઉવ.૩૦ રહે. દેવગઢ તા.માળીયા(મી), રોહિતભાઈ ગોગાભાઈ પીપળીયા ઉવ.૧૯ રહે. બગસરા તા.માળીયા(મી) વાળાને રોકડા રૂ.૬,૭૦૦/- સાથે ઝડપી લઈ જુગારધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરાઈ હતી.

આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસે કોટડા નાયાણી ગામે દેવીપૂજકવાસ પાસે પંચરની દુકાન નજીક જાહેરમાં ત્રણ પાનાનો જુગાર રમતા સલીમભાઈ આમદભાઈ ઠેબા ઉવ.૬૨, સતાભાઈ કડવાભાઈ વરૂ ઉવ.૪૮, મનસુખભાઈ જકશીભાઈ સોલંકી ઉવ.૪૫ અને પોપટભાઈ બોદુભાઈ કાતીયાર ઉવ.૬૦ તમામ રહે. કોટડા નાયાણી તા. વાંકાનેર વાળા સહિત ૪ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૬,૪૮૦/- કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!