Sunday, September 13, 2026
HomeGujaratમોરબીમાં સમર્પણ હોસ્પિટલ સામેથી ચોરાયેલ બાઇક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીમાં સમર્પણ હોસ્પિટલ સામેથી ચોરાયેલ બાઇક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી ક્રાઇમ બ્રાન્ચે અનડીટેક્ટ મોટરસાયકલ ચોરીનો ગુનો ઉકેલી હોન્ડા સાઇન બાઇક સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને સમર્પણ હોસ્પિટલથી નેશનલ હાઇવે તરફ જતા આર.સી.સી. રોડ પરથી ગૌતમભાઇ મગનભાઇ બોચીયા રહે. ઇન્દિરાનગર મોરબી વાળો હોન્ડા સાઇન મોટરસાયકલ રજી.નંબર જીજે-૦૩-એફઆર-૯૮૦૯ સાથે મળી આવ્યો હતો. જેથી બાઇકના કાગળો અંગે સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે પૂછપરછ કરતાં તેણે આશરે ૧૫ દિવસ અગાઉ સમર્પણ હોસ્પિટલ સામે આવેલા પ્રમુખ સ્ટીલના ગોડાઉન પાસેથી બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે રૂ.૩૦,૦૦૦/-નું બાઇક કબજે કરી આગળની કાર્યવાહી સબબ આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!