Tuesday, September 15, 2026
HomeGujaratમોરબીમાં લાયન્સનગરમાંથી ચોરી થયેલ બાઇક સાથે એકને દબોચી લેતી બી ડિવિઝન પોલીસ

મોરબીમાં લાયન્સનગરમાંથી ચોરી થયેલ બાઇક સાથે એકને દબોચી લેતી બી ડિવિઝન પોલીસ

મોરબીના વીસીપરા વિસ્તારમાં નંબર પ્લેટ વગરના શંકાસ્પદ બાઇક સાથે એક ઈસમને ઝડપી લઈ બી ડિવિઝન પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે વીસીપરા મદિના સોસાયટીના નાકા પાસેથી નંબર પ્લેટ વગરના હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક સાથે સદામભાઇ અનવરભાઇ બુખારી રહે. મોરબી વીસીપરા રણછોડનગર-૨ સાઈબાબાના મંદિર પાછળ મફતીયાપરા વાળો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ બાઇકના કાગળો ન હોવાનું જણાતા પૂછપરછ કરતાં તેણે આ બાઇક વીસીપરા લાયન્સનગરમાં મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ સાથે બી ડિવિઝન પોલીસે આશરે રૂ.૭૫,૦૦૦/-ની કિંમતનું જીજે-૦૩-બીએલ-૩૭૧૦ બાઇક કબજે કરી આરોપી સદામભાઇ અનવરભાઇ બુખારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!