Tuesday, September 15, 2026
HomeGujaratમોરબીના ઘુંટુ ગામ નજીક બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની ૩૧૫ બોટલ ઝડપાઈ

મોરબીના ઘુંટુ ગામ નજીક બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની ૩૧૫ બોટલ ઝડપાઈ

એલસીબીની કાર્યવાહીમાં બે શખ્સો ઝડપાયા: દારૂ-કાર સહિત રૂ.૮.૭૫ લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપીનું નામ ખુલ્યું

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસે બાતમીના આધારે ઘુંટુ ગામથી ઊંચી માંડલ વચ્ચે કેનાલ પાસે ઉભેલી બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની ૩૧૫ બોટલ ઝડપી પાડી હતી. આ સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરી દારૂ તથા કાર સહિત કુલ રૂ.૮,૭૫,૪૮૫/-નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે વધુ એક આરોપીનું નામ ખુલતાં તેને ફરાર દર્શાવી, તેની શોધખોળ હાથ ધરી છે.

મોરબી એલસીબી પીઆઈ એસ.પી. જાડેજાની સૂચના હેઠળ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન, બાતમી મળી હતી કે ઘુંટુ ગામથી ઊંચી માંડલ વચ્ચે કેનાલની બાજુમાં મેઇન રોડ પર સફેદ રંગની મારૂતિ સુઝુકી બ્રેઝા કાર રજી.નં. જીજે-૩૬-બીબી-૫૬૫૬ માં વિદેશી દારૂ ભરેલો છે. જેથી બાતમીના આધારે પોલીસે સ્થળે પહોંચી કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ ૩૧૫ બોટલ કિ.રૂ.૭૫,૪૮૫/- મળી આવી હતી. આ સાથે પોલીસે સ્થળ પરથી આરોપી પ્રતાપભાઇ ભરતભાઇ કેરવાડીયા ઉવ.૨૦ તથા આરોપી રોહીતભાઇ સવઘણભાઇ ઇંદરીયા ઉવ.૨૩ બંને રહે. રાતાભેર ગામ પાણીના ટાંકા પાસે તા. હળવદ વાળાને ઝડપી લીધા હતા.

જ્યારે પકડાયેલ બન્ને આરોપીઓની પૂછતાછમાં અન્ય એક આરોપી શક્તિ રજપુત રહે. માથક ગામ તા. હળવદ વાળાનું નામ ખુલતાં તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ વિદેશી દારૂ તથા બ્રેઝા કાર કિ.રૂ.૮ લાખ સહિત કુલ રૂ. ૮,૭૫,૪૮૫/- નો મુદ્દામાલ જપ્ત કરી, ત્રણેય આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!