મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસેલા વરસાદ બાદ ગઈ રાતથી વરસાદનું જોર વધ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં માળીયા(મી) તાલુકામાં સૌથી વધુ ૫૪ મીમી. અને હળવદમાં ૫૧ મીમી. વરસાદ નોંધાયો હતો. વાંકાનેરને બાદ કરતાં અન્ય ચારેય તાલુકામાં રાત્રિના સમયે સારો વરસાદ પડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલ તા.૧૪/૦૯ના સવારે ૬ વાગ્યાથી આજરોજ તા.૧૫/૦૯ના સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં મોરબી જીલ્લામાં માળીયા(મી) તાલુકામાં ૫૪ મીમી. (૨.૧૬ ઇંચ), મોરબી તાલુકામાં ૩૩ મીમી. (૧.૩૨ ઇંચ), ટંકારા તાલુકામાં ૩૭ મીમી. (૧.૪૮ ઇંચ), વાંકાનેર તાલુકામાં ૧૧ મીમી. (૦.૪૪ ઇંચ) તથા હળવદ તાલુકામાં ૫૧ મીમી. (૨.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો હતો. છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ ગઈ રાતથી વરસાદનું જોર વધ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે મોરબી સહિતના જીલ્લાઓમાં ભારે વરસાદની સાથે ૪૦થી ૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી હતી.






