Thursday, September 17, 2026
HomeGujaratમોરબી માર્કેટિંગ યાર્ડમાંથી વિદેશી દારૂની ૧૩ બોટલ સાથે શખ્સ ઝડપાયો

મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી વિદેશી દારૂની ૧૩ બોટલ સાથે શખ્સ ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે એક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એડી-૪૭૬૮ને રોકી, તપાસ કરતાં આગળના ભાગે રાખેલ પ્લાસ્ટિકની થેલીમાંથી વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૧૩ બોટલ કિ.રૂ.૧,૫૬૦/-મળી આવી હતી. આ મામલે પોલીસે મનિષભાઈ ઉર્ફે પેન્ગો જયકિશનભાઈ અનાવડીયા ઉવ.૩૦ હાલ રહે. રણછોડનગર સતનામ ફ્લેટ-૪ મોરબી મૂળ રતનપર સુરેન્દ્રનગર વાળાની અટક કરી હતી. પકડાયેલ આરોપીની પૂછતાછમાં આ દારૂ ધિરૂભાઈ રહે.સાંગધ્રા સુરેન્દ્રનગર વાળા પાસેથી વેચાણ કરવા માટે મેળવ્યો હોવોની કબૂલાત આપી હતી. હાલ પોલીસે દારૂની તથા મોપેડ મળી કુલ રૂ.૫૧,૫૬૦/-નો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!