Thursday, September 17, 2026
HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ધોળા દિવસે બાઈકની ચોરી

મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ધોળા દિવસે બાઈકની ચોરી

સુરક્ષા વ્યવસ્થા અને અનેક સિક્યુરિટી ગાર્ડની દેખરેખ વચ્ચે બાઈક ગાયબ થતાં હોસ્પિટલ તંત્રની પાર્કિંગ વ્યવસ્થા સામે સવાલો.

- Advertisement -
- Advertisement -

મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી વધુ એક મોટરસાયકલ ચોરી થયાની ફરિયાદ નોંધાતા હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. સારવાર માટે આવેલા પરિવારજનનું હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક પાર્કિંગમાંથી ચોરી થયાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં અનેક સિક્યુરિટી ગાર્ડની દેખરેખ હોવા છતાં ધોળા દિવસે વાહન ચોરીની ઘટના બનતા પાર્કિંગમાં સુરક્ષા અને વ્યવસ્થા અંગે લોકમુખે ચર્ચા શરૂ થઈ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં હીંમતભાઇ કુરજીભાઈ વણોદીયા ઉવ.૨૯ રહે.હાલ કુળદેવી પાન પાછળ મફતિયાપરા મોરબી-૨ મુળ રહે. મોટી કુંડળ તા.ગઢળા જી.બોટાદ વાળાએ અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૧૩/૦૯ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ પરિવારજન માટે ટિફિન લઈને ફરિયાદીના ભાઈ નરેશભાઈ હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી.નં. જીજે-૦૯-ડીએચ-૨૫૨૭ લઈને આવ્યા હતા. જેથી ઉપરોક્ત બાઈક હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. થોડીવાર બાદ બાઈક લેવા જતા પાર્ક કરેલ જગ્યાએથી મોટરસાયકલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક મળ્યું ન હતું. હાલ સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!