મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આમરણ ગામની વાણીયા શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રજાકભાઈ કરીમભાઈ ચૌહાણ ઉવ.૬૦, આબેડીન ઇકબાલભાઈ બુખારી ઉવ.૨૯, કરણભાઈ પ્રભુભાઈ વરાણીયા ઉવ.૨૧, સતારમીયા અહેમદમીયા બુખારી ઉવ.૪૦ અને શોયેબભાઈ ઇસ્માઈલભાઈ સોલંકી ઉવ.૩૪ બધા આમરણ તા.જી.મીરબીના રહેવાસીને રૂ.૭૧,૫૦૦/-સાથેઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે અસરફમીયા ગીગામીયા બુખારી રહે. આમરણ વાળો રેઇડ દરમિયાન ભાગી છૂટ્યો હતો જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કેસ દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.






