વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સનસાઈન સેરા સિરામિકના લેબર ક્વાર્ટરમાં ૨૫ વર્ષીય શ્રમિકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું.
અપમૃત્યુ અંગેની મળતી વિગત મુજબ, ગઈકાલ તા.૧૬/૦૯ના રોજ કોઈપણ સમયે સનસાઈન સેરા સિરામિક માટેલ રોડ ખાતેના લેબર ક્વાર્ટરમાં રહેતા રાજુભાઈ અર્જુનભાઈ મહાકુંભ ઉવ.૨૫ મૂળ રહે.જાંમદા જી. મયુધ્વજ ઓડિશા વાળાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






