સપ્લાયર બેલા(આમરણ) વાળા અજરૂદીન જામનું નામ ખુલ્યું, પોલીસે તપાસ શરૂ કરી.
મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામની સીમમાં એસ્ટા સીરામીકની બાજુના શોપિંગમાં મોગલ પાનની બાજુની દુકાનમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની અલગ અલગ બ્રાન્ડની ૪૭૨ બોટલ સાથે મુલબરાજસ્થાનના વતની હરીશભાઈ અહારીની ધરપકડ કરી હતી, જ્યારે દારૂ સપ્લાય કરનાર અજરૂદીન જામનું નામ ખુલતા તેને ઝડપી લેવા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે રંગપર(બેલા) ગામની સીમમાં સોમનાથ પેટ્રોલપંપની સામે એસ્ટા સીરામીકની બાજુના શોપિંગમાં મોગલ પાનની બાજુમાં આવેલી દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી ૧૮૦ મીલી.ની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કુલ ૪૭૨ બોટલ કિ.રૂ. ૫૨,૩૬૨/- મળી આવતા પોલીસે દુકાનમાં હાજર આરોપી હરીશભાઈ ભવરલાલ અહારી રહે. રંગપર(બે) ગામની સીમ, એસ્ટા સીરામીકની બાજુના શોપિંગમાં મૂળ રાજસ્થાનના તા.જી.ડુંગરપુર વાળાને ઝડપી લીધો હતો.
પકડાયેલ આરોપીની પૂછપરછમાં હરીશભાઈએ આ દારૂનો જથ્થો અજરૂદીન અકબરભાઈ જામ રહે.બેલા (આમરણ) તા.જી. મોરબી વાળા પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે તેને ફરાર જાહેર કરી બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






