રાત્રે 9:30 વાગ્યે ચંદ્રશેખરભાઈનો હાસ્ય કાર્યક્રમ : શનાળા રોડના ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે ગણેશ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે ચાલી રહેલા હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે ખાસ આકર્ષણ તરીકે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા ચંદ્રેશેખર પંડ્યા હાસ્યની રમઝટ બોલાવશે. રાત્રે 9:30 વાગ્યે યોજાનારા ચંદ્રશેખરભાઈના હાસ્ય કાર્યક્રમને લઈને ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.
સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા હાઉસિંગ બોર્ડ કા રાજા નામથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ દરમિયાન દરરોજ વિઘ્નહર્તા ગણેશજીની પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી રહી છે. ધાર્મિક માહોલ વચ્ચે આજે રાત્રે ચંદ્રશેખર પંડ્યા નો હાસ્ય કાર્યક્રમ યોજાશે, જેના કારણે ગણેશ મહોત્સવમાં મનોરંજનનો રંગ પણ ઉમેરાશે.
ચંદ્રશેખરભાઈ ના કાર્યક્રમમાં તેમની આગવી હાસ્યશૈલી જોવા-સાંભળવા મળશે. આ હાસ્ય કાર્યક્રમનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. આયોજકો દ્વારા ચંદ્રશેખર પંડ્યા ના હાસ્ય શોને નિહાળવા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






