ટંકારા પોલીસે રાજાવડ ગામની સીમમાં બાતમીના આધારે દરોડો પાડી બાવળની કાંટમાંથી વિદેશી દારૂના ૨૧૫ ચપલા ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ માલી આવતા તેને ફરાર દર્શાવી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, રાહુલભાઈ વનરાજભાઈ બાલાસરા રહે. રાજાવડ તા.ટંકારા વાળાએ રાજાવડ ગામ પહેલા સ્મશાન નજીક આવેલી પોતાની વાડીની બાજુમાં પડતર જગ્યામાં બાવળની કાંટમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જ્યાં બાવળની કાંટમાંથી વિદેશી દારૂ ૮પીએમ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૨૧૫ બોટલ કિ.રૂ.૨૭,૯૫૦/- મળી આવી હતી. જ્યારે આરોપી રાહુલભાઈ બાલાસરા દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા, પોલીસે દારૂનો જથ્થો કબ્જે લઈ આરોપીને ફરાર દર્શાવી પ્રોહી.એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






