મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં લેમોરેક્ષ કારખાનાની બાજુમાં આવેલા શોપિંગમાં દુકાન બહાર પાર્ક કરેલ શ્રમિકનું હીરો સ્પેલન્ડર પ્લસ મોટરસાયકલ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. શોધખોળ બાદ પણ બાઇકનો પત્તો ન લાગતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ભુતરડી ગામના અને હાલ રંગપર ગામની સીમમાં લેમોરેક્ષ કારખાનાની બાજુના શોપિંગની દુકાનમાં રહેતા મેસુભાઈ રમેશભાઈ માવી ઉવ.૨૪ કે જેઓ કારખાનાની કેન્ટીનમાં મજૂરી કામ કરે છે. તેમની પાસે હીરો સ્પેલન્ડર પ્લસ મોટરસાયકલ રજી.નં. જીજે-૨૦-બીએમ-૧૮૯૧ હતું. ગત તા.૨૯/૦૮/૨૦૨૬ના રાત્રે મેસુભાઈ કામેથી પરત આવી ઉપરોક્ત બાઇક દુકાન બહાર પાર્ક કરી સુઈ ગયા હતા. ત્યારે તા.૩૦/૦૮ના વહેલી સવારે બાઇક નજરે ન પડતાં આસપાસ શોધખોળ કરી હતી. બાદમાં પણ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં તેમજ આસપાસના સ્થળોએ તપાસ કરવા છતાં બાઇક મળી આવ્યું ન હતું. જેથી બાઇકની ચોરી અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.






