Sunday, September 20, 2026
HomeGujaratમોરબી સબજેલમાં કેદીના પેન્ટના નેફામાંથી સિમકાર્ડ સાથે મોબાઇલ મળી આવ્યો

મોરબી સબજેલમાં કેદીના પેન્ટના નેફામાંથી સિમકાર્ડ સાથે મોબાઇલ મળી આવ્યો

સર્કલ-૨ની ખોલી નં.૨માં શંકાસ્પદ હિલચાલ જણાતા જેલ સ્ટાફે તપાસ કરતા પીસ કંપનીનો મોબાઇલ ઝડપાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી સબજેલમાં ગતરાત્રિ ફરજ દરમિયાન કાચા કામના આરોપીની શંકાસ્પદ હિલચાલ જણાતા જેલ સ્ટાફે તેની ખોલીની તપાસ કરી હતી. દરમિયાન કેદી ફારૂક ભટીના પેન્ટના નેફામાંથી સિમકાર્ડ સાથેનો મોબાઇલ ફોન મળી આવતા જેલ તંત્ર દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ જેલ અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની સઘન તપાસ શરૂ કરી છે.

મોરબી સબજેલમાં ગઈકાલ તા.૧૯/૦૯/૨૦૨૬ના રોજ રાત્રિ ફરજ દરમિયાન સર્કલ-૨ની સલામતી ખોલી નં.૨માં રહેલા કાચા કામના આરોપી ફારૂક અલ્લારખા ભટીની હિલચાલ શંકાસ્પદ જણાતા રાત્રિ ફરજના સિપાઈ ભરતભાઈ એ. ખાંભરાએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ જેલ અધિક્ષક એચ.એ. બાબરીયાના માર્ગદર્શન અને સૂચનાથી સ્ટાફ સાથે ખોલીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ફારૂક અલ્લારખા ભટીના પેન્ટના નેફામાંથી પીસ કંપનીનો ગોલ્ડન કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧ હજાર અને જીયો કંપનીનું સિમકાર્ડ મળી આવ્યું હતું. જેથી મોબાઇલ સાથે પકડાયેલ કાચા કામના કેદી ફારૂક ભટી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં જેલમાં પ્રતિબંધિત મોબાઇલ રાખવા બદલ ઇન્ચાર્જ જેલર રાજુભાઈ નારણભાઈ ઝેઝરીયાની ફરિયાદના આધારે પોલીસે બીએનએસ તથા પ્રિઝન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!