Monday, September 21, 2026
HomeGujaratટંકારામાં ઉગમણા નાકા નજીક ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી અંગે ફરિયાદ

ટંકારામાં ઉગમણા નાકા નજીક ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી અંગે ફરિયાદ

ટંકારાના ઉગમણા નાકા નજીક નદીના સામા કાંઠે અમરાપર રોડ પર ફુલવાડી વિસ્તારમાં ઘર સામે પાર્ક કરેલું હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો. ચોરીના બનાવ અંગે ટંકારા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાના ઉગમણા નાકા નજીક રહેતા સુનિલભાઈ રમેશભાઈ દંતેસરીયા ઉવ.૨૪એ હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી. નં. જીજે-૩૬-એડી-૨૫૯૭ ગત તા.૨૫/૦૮ની રાત્રે ઘર સામે પાર્ક કર્યું હતું. ત્યારબાદ પરિવાર સાથે સુઈ ગયા હતા. ત્યારે રાત્રિના આશરે સવા બે વાગ્યાના અરસામાં તેમના ભાઈએ ફોન કરી બાઈક દેખાતું ન હોવાનું જણાવતાં, તપાસ કરતાં બાઈક મળી આવ્યું નહોતું. જેથી આસપાસના વિસ્તારમાં પણ શોધખોળ કરવા છતાં બાઈકનો પત્તો ન લાગતા સુનિલભાઈએ ટંકારા પોલીસ મથકમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!