Wednesday, September 23, 2026
HomeGujaratમોરબી પોલીસની ત્રણ અલગ અલગ રેઇડમાં વિદેશી દારૂ-બિયરની ૨૨ બોટલ-ટીન સાથે ત્રણ...

મોરબી પોલીસની ત્રણ અલગ અલગ રેઇડમાં વિદેશી દારૂ-બિયરની ૨૨ બોટલ-ટીન સાથે ત્રણ ઝડપાયા, એક ફરાર

માધાપર, રવાપર રોડ અને નવલખી રેલવે ફાટક નજીક કાર્યવાહી: કુલ રૂ.૫૪,૮૯૦/- નો મુદ્દામાલ કબજે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ અલગ-અલગ સ્થળે કાર્યવાહી કરી વિદેશી દારૂ અને બિયરની કુલ ૨૨ બોટલ-ટીન સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે એક સપ્લાયર આરોપીનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી શહેર એ અને બી ડિવિઝન પોલીસે અલગ-અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ત્રણ રેઇડ કરી હતી. પ્રથમ કાર્યવાહીમાં માધાપર શેરી નં.૩ના ખૂણા પાસેથી રાહુલ ઉર્ફે લાલી રમેશભાઈ પરેસા ઉવ.૨૪ રહે. માધાપર શેરી નં.૩ ખોજાના બંગલા પાસે મોરબી વાળા પાસેથી ૮ પીએમ વ્હિસ્કીની ૭૫૦ એમએલ.ની કુલ ૫ બોટલ કિ.રૂ.૨,૮૨૫/- મળી આવી હતી. પૂછપરછમાં આ દારૂ સાવન ઉર્ફે સાવલો કોળી રહે. ઈન્દિરાનગર મોરબી વાળા પાસેથી લાવ્યાનું જણાવતા પોલીસે તે આરોપી સાવન ઉર્ફે સવલોને ફરાર જાહેર કર્યો હતો.

જ્યારે બીજી રેઇડમાં રવાપર રોડ પર કેપિટલ માર્કેટ નજીક એક્સેસ મોપેડ નં. જીજે-૩૬-એએન-૦૦૦૭ને અટકાવી તપાસ કરતાં સમીરભાઈ રફીકભાઈ પલેજા ઉવ.૨૭ રહે. કાલિકા પ્લોટ શેરી નં.૬ મોરબી વાળા પાસેથી બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની ૧૮૦ એમએલ.ની ૧૨ પ્લાસ્ટિક બોટલ કિ.રૂ.૧,૪૪૦/- મળી આવી હતી. પોલીસે દારૂ સાથે રૂ.૫૦,૦૦૦/-નું એક્સેસ મોપેડ મળી કુલ રૂ.૫૧,૪૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

આ ઉપરાંત, ત્રીજી કાર્યવાહીમાં મોરબી નવલખી રેલવે ફાટક પાસે સેન્ટ મેરી સ્કૂલ સામે જાહેર રોડ પરથી આકાશભાઈ રમેશભાઈ ગણેસિયા ઉવ.૨૦ રહે. મોટી વાવડી મોબાઇલ ટાવર પાસે તા.જી.મોરબી વાળા પાસેથી કિંગફિશર બિયરના ૫ ટીન કિ.રૂ.૬૨૫/- મળી આવ્યા હતા. હાલ બી ડિવિઝન પોલીસે મુદામાલ કબ્જે લઈ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!