Friday, September 25, 2026
HomeGujaratમોરબી ફાયર શાખાએ હોસ્પિટલના ૨૭ સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ આપી

મોરબી ફાયર શાખાએ હોસ્પિટલના ૨૭ સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ આપી

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. ૧૬થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન એક હોસ્પિટલના ૨૭ સ્ટાફને ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ આપવામાં આવી. ફાયર સેફ્ટી સિસ્ટમનું ચેકિંગ કરી અપૂર્તતા ધરાવતી બિલ્ડિંગને નોટિસ પણ અપાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા. ૧૬/૦૯/૨૦૨૬થી તા. ૨૨/૦૯/૨૦૨૬ દરમિયાન ફાયર પ્રિવેન્શન અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક હોસ્પિટલના ૨૭ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત બિલ્ડિંગના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફાયર સેફ્ટીમાં અપૂર્તતા જણાયેલી બિલ્ડિંગને નોટિસ આપી જરૂરી સૂચનો અને ગાઈડલાઈન આપવામાં આવી હતી. આ ઉપરાંત ૩ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટેની અરજીઓ મળી હતી, જે આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે. ફાયર શાખાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફાયર સેફ્ટી અંગે જાગૃત કરવા, ફાયર સાધનોના યોગ્ય ઉપયોગ અંગે તાલીમ આપવા તથા ઈમરજન્સી સમયે તાત્કાલિક કાર્યવાહી થકી જાનમાલનું નુકસાન અટકાવવાનો છે.

આ સમયગાળા દરમિયાન મોરબીમાં ૨ ફાયર કોલ અને ૨ રેસ્ક્યુ કોલના બનાવોમાં ફાયર જવાનોએ કામગીરી કરી હતી. કોઈપણ આગ કે ઈમરજન્સી સમયે મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!