ધોરણ ૮થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ૬૦ ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને ભેટ આપી પ્રોત્સાહિત કરાયા.
મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ દ્વારા તા. ૨ ઓક્ટોબરના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ ૮થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ૬૦ ટકાથી વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરાયા હતા. આ તકે મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.
મોરબીમાં દર વર્ષની જેમ વર્તમાન વર્ષે સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ દ્વારા તા. ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ વ્યાસ જ્ઞાતિની વાડી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ ૮થી ૧૨ તેમજ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં ૬૦ ટકાથી વધુ ગુણ મેળવનાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર સહિતની ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિત જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી અભ્યાસમાં સતત પ્રગતિ કરવા અને પરિવાર તથા સમાજનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી.






