Monday, October 5, 2026
HomeGujaratહળવદના જુના દેવળીયામાં જુગાર રમતા બે ઝડપાયા, છ બાઇક સાથે રૂ.૧.૩૧ લાખનો...

હળવદના જુના દેવળીયામાં જુગાર રમતા બે ઝડપાયા, છ બાઇક સાથે રૂ.૧.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદ પોલીસની રેડ દરમિયાન અન્ય બે આરોપીઓ સહિત બાઇક પર આવેલા છ ચાલકો ફરાર, જુગારધારા હેઠળ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં હળવદ પોલીસે જુગાર અંગે દરોડો પાડીને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા રોકડ રૂ.૧૧,૨૦૦/- અને છ મોટરસાઇકલ સહિત કુલ રૂ.૧,૩૧,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન અન્ય બે શખ્સો સહિત બાઇક પર આવેલા છ ચાલકો ફરાર થઈ જતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જુગાર રમતા જયેશ બળદેવભાઈ પાટડીયા રહે. સુંદરગઢ તા. હળવદ અને પ્રશાંત ધનજીભાઈ ભોજવીયા રહે. જુના ઘાટીલા તા.માળીયા(મી) વાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૧૧,૨૦૦/- અને છ મોટરસાઇકલ મળી કુલ રૂ.૧,૩૧,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે મુનાભાઈ જાદવજીભાઈ કોળી રહે.જુના દેવળીયા અને રમણીક ઉર્ફે બુધો ઉર્ફે મુન્નો અવચરભાઈ કોળી રહે. સુંદરગઢ તા.હળવદ વાળા સહિત અન્ય બાઇક ચાલકો ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે હળવદ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!