Tuesday, October 6, 2026
HomeGujaratમોરબીમાં ૧૦ ઓક્ટોબરના રોજ એઇમ્સ (AIIMS) રાજકોટના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ ફ્રી નિદાન...

મોરબીમાં ૧૦ ઓક્ટોબરના રોજ એઇમ્સ (AIIMS) રાજકોટના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન; મફત દવાઓ પણ અપાશે

મોરબી:સર્વે સમાજના લોકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાને રાખીને એઇમ્સ હોસ્પિટલ રાજકોટના ઉપક્રમે મોરબી ખાતે એક વિરાટ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દર્દીઓને ફ્રી નિદાન સાથે અને નિઃશુલ્ક બ્લડ ટેસ્ટ સાથે નિઃશુલ્ક દવાઓ પણ પૂરી પાડવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં એઇમ્સ રાજકોટના નિષ્ણાંત તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવશે. કેમ્પમાં વિવિધ વિભાના તબીબો ઉપસ્થિત રહેશે, જેમાં ન્યુરોસર્જન, યુરોલોજી, નેફ્રોલોજી, કેન્સર, જનરલ સર્જન, પ્લાસ્ટિક સર્જન, ફેફસા, સ્ત્રીરોગ,બાળરોગ, ચામડી, કાન-નાક-ગળા, આંખ,જનરલ મેડિસિન, હાડકા, દાંત, આયુર્વેદિક,હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, ડાયેટીશીયનના નિષ્ણાંતો સેવા આપશે.

કેમ્પ સ્થળની વિગત:

સ્થળ: મયુર હોસ્પિટલ, એલ.ઈ. કોલેજની બાજુમાં, મોરબી-૨

તારીખ: ૧૦-૧૦-૨૦૨૬, શનિવાર

સમય: સવારે ૮:૦૦ વાગ્યાથી…

આ સર્વરોગ નિદાન કેમ્પનો મોરબી તથા આસપાસના વિસ્તારના તમામ લોકોને બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!