Wednesday, October 7, 2026
HomeGujaratમાળીયાના ખીરઈમાં પતિને લગ્નજીવન ન તોડવા સમજાવતા પત્ની પર પતિ સહિત ત્રણનો...

માળીયાના ખીરઈમાં પતિને લગ્નજીવન ન તોડવા સમજાવતા પત્ની પર પતિ સહિત ત્રણનો હુમલો

દીકરીના કપડાં-સ્કૂલબેગ લેવા ગયેલી મહિલાને વાળ પકડી નીચે પાડી ધોકા અને ઢીકાપાટુ વડે માર માર્યો.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી)ના ખીરઈ ગામના પાટિયા નજીક પતિના ઘરે દીકરીના કપડાં અને સ્કૂલબેગ લેવા ગયેલી મહિલાએ પતિને લગ્નજીવન ન બગાડવા સમજાવતા પતિ, નણંદ અને અન્ય મહિલાએ ગાળાગાળી કરી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાને વાળ પકડી નીચે પાડી ઢીકાપાટુનો માર મારવા ઉપરાંત લાકડાના ધોકા વડે ઈજા કરી હતી.

મળતી વિગતો મુજબ, માળીયા(મી)માં બાપુની ડેલીવાળી શેરીમાં માતા-પિતાને ત્યાં રહેતા ઝરીનાબેન ઉમરભાઈ સામતાણી ઉવ.૩૦ ગઈકાલ તા.૦૬/૧૦/૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૧ વાગ્યે પોતાના મામાના દીકરા શકુરભાઈ જેડા તથા બે સંતાનો સાથે ખીરઈ ગામના પાટિયા સામે આવેલી આશીષ હોટલ પાછળના ભાગે પતિના ઘરે દીકરી અલફીઝાના કપડાં અને સ્કૂલબેગ લેવા ગઈ હતી. ત્યાં પતિ ઉમરભાઈ, રસીલા તથા નણંદ ખેરૂનબેન હાજીભાઈ સામતાણી હાજર હતા. ઝરીનાબેને પતિને લગ્નજીવન ન બગાડવા અને બાળકોનો વિચાર કરવા સમજાવતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ઝરીનાબેનને વાળ પકડી નીચે પાડી ઢીકાપાટુનો માર માર્યો હતો તથાધોકા વડે શરીરે માર માર્યો હતો. આ દરમિયાન રસીલાએ ઝરીનાબેનને પકડી રાખી ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે નણંદ ખેરૂનબેને ગાળાગાળી કરી ગળાના ભાગે મુંઢ માર માર્યો હતો. હાલ માળીયા(મી) પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદને આધારે પતિ ઉમર, નણંદ તથા રસીલા નામની મહિલા સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!