મોરબીના નવલખી રોડ પર આવેલા મારુતિનગર વિસ્તારમાં પોલીસે જાહેરમાં વર્લીના આંકડા લખી જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રોકડા રૂ.૧,૧૫૦/-, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી સહિતનો મુદામાલ મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલ આરોપી વચેટીયા મારફતે અન્ય એક શખ્સ પાસે વર્લીના આંકડાની કપાત કરાવતો હોવાની કબૂલાત કરતા તે બંને આરોપીને ફરાર દર્શાવ્યા હતા.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવલખી રોડ મારુતિનગર વિસ્તારમાં લક્ષ્મણભાઈ તળશીભાઈ દારોદરા ઉવ.૫૮ રહે. મારુતિ પાર્ક નવલખી રોડ મોરબી વાળાને ચિઠ્ઠીમાં બોલપેનથી કંઈક લખતો શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો. જોવા મળ્યો હતો. જેથી પોલીસે તેની તલાશી લેતા, તેની પાસેથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, બોલપેન તથા રોકડા રૂ.૧,૧૫૦/- મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ અન્ય આરોપી જીવરાજભાઈ શંકરભાઈ ધામેચા રહે. રણછોડનગર મોરબી વાળા મારફતે વિનોદભાઈ કરશનભાઈ રાઠોડ રહે. રણમલપુર તા. હળવદ વાળા પાસે વર્લીના આંકડાનું કપાત કરાવતો હોવાની કબૂલાત આપી હતી. હાલ એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






