Thursday, October 8, 2026
HomeGujaratહળવદમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ, સંચાલકની ધરપકડ

હળવદમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ, સંચાલકની ધરપકડ

રાણેકપર ચોકડી નજીક ટ્રુ કેર લકઝરીયસ સ્પામાં હળવદ પોલીસની રેઈડ: સ્પા-માલિક વોન્ટેડ, રૂ.૩૫ હજારનો મુદ્દામાલ કબજે.

- Advertisement -
- Advertisement -

હળવદમાં રાણેકપર ચોકડી નજીક આવેલા ટ્રુ કેર લકઝરીયસ સ્પામાં સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન સ્પાના સંચાલક રોહિતજી વાઘેલાને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે માલિક વિષ્ણુભાઈ પ્રતાપભાઈ ગોહરીયા હાજર ન મળતા તેને વોન્ટેડ જાહેર કરી, પોલીસે સ્થળેથી રોકડા રૂ.૫,૦૦૦/- અને બે મોબાઈલ સહિત કુલ રૂ.૩૫,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ હેઠળની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસને રાણેકપર ચોકડી પાસે વિશ્વાસ આર્કેડમાં આવેલા ટ્રુ કેર લકઝરીયસ સ્પામાં બહારથી મહિલાઓ બોલાવી ગ્રાહકોને દેહવ્યાપાર માટે સુવિધા પૂરી પાડી કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે બે ડમી ગ્રાહકો સાથે સ્ટિંગ ઓપરેશન ગોઠવી સ્પામાં રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન એક રૂમમાંથી ડમી ગ્રાહક સાથે એક યુવતી મળી આવી હતી. જ્યારે પોલીસ તપાસમાં સ્પાના સંચાલક તરીકે રોહિતજી દલસંગજી વાઘેલા રહે. હાલ ટ્રુ કેર લકઝરીયસ સ્પા હળવદ મૂળ લોરવાડા તા.ડીસા જી. બનાસકાંઠા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પાસેથી રોકડા રૂ.૫,૦૦૦/-, બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩૫,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

હળવદ પોલીસના દરોડા દરમિયાન સ્પાના માલિક વિષ્ણુભાઈ પ્રતાપભાઈ ગોહરીયા રહે.કારેલા તા. લખતર જી. સુરેન્દ્રનગર વાળો સ્થળ પર હાજર ન મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસે સ્પા-સંચાલક આરોપી રોહિતજી વાઘેલાની ધરપકડ કરી બન્ને આરોપીઓ સામે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ ૩(૧), ૪, ૫(૧)(એ), ૫(૧)(ડી) અને ૬(૧)(બી) હેઠળ ગુનો નોંધી, સ્પા-માલીકની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!