Thursday, October 8, 2026
HomeGujaratમાળીયા નજીક ટ્રકની હડફેટે ૨૫ ઘેટા-બકરાના મોત, ૩૦ ઘેટા ઘાયલ

માળીયા નજીક ટ્રકની હડફેટે ૨૫ ઘેટા-બકરાના મોત, ૩૦ ઘેટા ઘાયલ

નેશનલ હાઇવે પર જીઓ પંપ સામે અકસ્માત: રાજસ્થાનના ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાઇ.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) નજીક કંડલા-મોરબી નેશનલ હાઇવે પર જીઓ પંપ સામે રસ્તો ક્રોસ કરી રહેલા ઘેટા-બકરાના ટોળાને ટ્રકે હડફેટે લેતા ૨૩ ઘેટા અને ૨ બકરાના મોત થયા હતા, જ્યારે આશરે ૩૦ ઘેટા-બકરાને નાની-મોટી ઇજાઓ થતાં અપંગ બન્યા હતા. અકસ્માતમાં પશુપાલકને આશરે રૂ.૬૦થી ૬૫ હજારથી વધુનું નુકસાન થયું હતું. હાલ માળીયા(મી) પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, કચ્છ(ભુજ) જીલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ જંગી ગામના પશુપાલક વિભાભાઈ મંગાભાઈ રબારી ઉવ.૩૮ તેમના મોટાભાઈ ગોવાભાઈ સાથે આશરે ૫૦૦ ઘેટા-બકરા લઈને સુરજબારીથી મોરબી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ગઈકાલ તા.૦૭/૧૦/૨૦૨૬ના બપોરના સમયે માળીયા(મી) નજીક કંડલા-મોરબી નેશનલ હાઇવે ઉપર જીઓ પંપ સામે ઘેટા-બકરાના ટોળાને રોડ ક્રોસ કરાવી રહ્યા હતા. તે સમયે મોરબી તરફથી આવેલા આરજે-૦૭-જીએફ-૮૧૭૧ નંબરના ટ્રકના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક હંકારી ઘેટા-બકરાના ટોળાને હડફેટે લીધા હતા.

અકસ્માતમાં ૨૩ ઘેટા અને ૨ બકરાના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે આશરે ૩૦ ઘેટા-બકરાને ઇજાઓ થતાં અપંગ થયા હતા. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ઉસ્માન મોહમદરમજાન નાયચ રહે. ઝાલવાલી ગામ તા.ફુગલ જી.બિકાનેર રાજસ્થાન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પશુપાલકને આશરે ૬૦ થી ૬૫ હજારથી વધારેનું નુકસાન થયું હતું. હાલ પશુપાલક વિભાભાઈની ફરિયાદના આધારે માળીયા(મી) પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!