Saturday, October 10, 2026
HomeGujaratમોરબીમાં વ્હિસ્કીની ચાર બોટલ સાથે રેલવે કર્મચારી ઝડપાયો

મોરબીમાં વ્હિસ્કીની ચાર બોટલ સાથે રેલવે કર્મચારી ઝડપાયો

મોરબીમાં સીપીઆઈ કચેરી નજીક શંકાસ્પદ હાલતમાં થેલો લઈને જતા શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે રોકીને તપાસ કરતા બેગ પાઈપર વ્હિસ્કીની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.૨,૨૬૦/-નો દારૂ કબજે કરી ન્યૂ રેલવે કોલોનીમાં રહેતા ૫૦ વર્ષીય રેલવે કર્મચારી ધર્મેન્દ્રભાઈ ભટ્ટીની ધરપકડ કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સીપીઆઈ કચેરી નજીક એક શખ્સ હાથમાં થેલો લઈને શંકાસ્પદ હાલતમાં જતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે તેને રોકીને થેલાની તપાસ કરતાં તેમાંથી બેગ પાઈપર ડીલક્સ વ્હિસ્કીની ૭૫૦ એમએલ.ની ચાર બોટલ કિ.રૂ.૨,૨૬૦/- મળી આવી હતી. જેથી પોલીસે આરોપી ધર્મેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભટ્ટી ઉવ.૫૦ રહે. ન્યૂ રેલવે કોલોની નંબર બી મોરબી મૂળરહે. મોચી બજાર રાજકોટ વાળાની અટકાયત કરી એ ડિવિઝન પોલીસે તેની સામે પ્રોહી.એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!