એસઓજીની રેઇડમાં સ્પા વર્કરોના બાયોડેટાની નોંધણી અને સીસીટીવી રેકોર્ડિંગ ડેટા ન રાખ્યાનું સામે આવ્યું.
વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે આવેલ ઓમ સાંઈ સ્પામાં એસઓજીએ તપાસની કામગીરી હાથ ધરી હતી, ત્યારે સ્પામાં કામ કરતી વર્કરોના બાયોડેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા ન હોવાનું અને જાહેરનામા મુજબ સીસીટીવી રેકોર્ડિંગનો ડેટા જાળવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. આથી સ્પા સંચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધાવી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે ભવાની હોટલની બાજુમાં આવેલ ઓમ સાંઈ સ્પામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પામાં કામ કરતી વર્કરોના બાયોડેટા ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવાની જોગવાઈનું પાલન કરવામાં આવ્યું ન હતું તેમજ સ્પાના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગના ડેટા જાહેરનામા મુજબ જાળવવામાં ન આવ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. જેથી એસઓજી પોલીસે સ્પાના સંચાલક જીગાભાઈ રામજીભાઈ ડાભી ઉવ.૨૦ રહે. નવા ઢુવા તા.વાંકાનેર વાળા સામે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






