વિજયાદશમીએ મહારાણા પ્રતાપ સર્કલથી પરંપરાગત શોભાયાત્રા નીકળશે, ન્યૂ પેલેસ ખાતે મોમાઈ માતાજીના મંદિરે શસ્ત્રપૂજન કરાશે.
શ્રી મોરબી રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા. ૧૩, ૧૪ અને ૧૫ના રોજ ત્રણ દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિજયાદશમીના પર્વે મહારાણા પ્રતાપ સર્કલથી પરંપરાગત શોભાયાત્રા નીકળશે અને ન્યૂ પેલેસ ખાતે શ્રી મોમાઈ માતાજીના મંદિરે શસ્ત્રપૂજન કરવામાં આવશે.
શ્રી મોરબી રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીના પર્વની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવશે. આ પ્રસંગે મોરબી સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલથી શોભાયાત્રા નીકળીને ન્યૂ પેલેસ ખાતે પહોંચશે, જ્યાં શ્રી મોમાઈ માતાજીના મંદિરે શસ્ત્રપૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના તમામ લોકોને ઉપસ્થિત રહેવા પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા તથા સમસ્ત શ્રી મોરબી રાજપૂત સમાજ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






