Thursday, October 15, 2026
HomeGujaratવાંકાનેરમાં ફૂલહારના ઓર્ડર બાબતે વેપારી સાથે મારામારી, ધમકી

વાંકાનેરમાં ફૂલહારના ઓર્ડર બાબતે વેપારી સાથે મારામારી, ધમકી

ફૂલહારના પૈસા પણ ન આપી વેપારીને આર્થિક નુકસાન: ચાર વિરુદ્ધ ગુનો દાખલ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના પુલદરવાજા માર્કેટ ચોકમાં ફૂલહારના ઓર્ડર બાબતે થયેલા વિવાદમાં ફૂલહારના વેપારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા અને પુલદરવાજા માર્કેટ ચોકમાં ફૂલહારનો ધંધો કરતા વિવેકભાઈ વિનોદભાઈ કુણપરા ઉવ.૨૭એ આરોપી મુન્નાભાઈ, મુન્નાભાઈનો દીકરો દેવભાઈ, શનીભાઈ દિલીલભાઈ અને ઘનાભાઈ કરીઆ તમામ રહે. વાંકાનેર વાળા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ, આરોપી મુન્નાભાઈ કારિયાએ પીળા, ગુલાબી અને સફેદ ફૂલનો હાર બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. હાર લેવા આવ્યા ત્યારે હાર પસંદ ન હોવાનું કહી બીજો હાર માગ્યો હતો. સફેદ ફૂલ ઉપલબ્ધ ન હોવાથી વિવાદ થતાં મુન્નાભાઈએ ગાળો આપી મારામારી કરી હતી. ત્યારબાદ તેમના પુત્ર દેવભાઈ, ભત્રીજા શનીભાઈ અને ઘનાભાઈ પણ આવી વેપારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવમાં વેપારીને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ અંગે વાંકાનેર પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!