Thursday, October 15, 2026
HomeGujaratવાંકાનેરમાં ફિલ્મી ઢબે હુમલો: યુવકને કારમાંથી કાઢી બે સ્થળે માર માર્યો

વાંકાનેરમાં ફિલ્મી ઢબે હુમલો: યુવકને કારમાંથી કાઢી બે સ્થળે માર માર્યો

મિલ પ્લોટ ફાટક પાસે કારના કાચ ફોડ્યા બાદ યુવકને ઘરમાંથી ખેંચી માર મારી શહેરમાં આતંક મચાવ્યો: યુવકને હાથ-પગમાં ફ્રેક્ચર અને માથામાં ટાંકા, સાત નામજોગ સહિત ૧૦ શખ્સો સામે ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં જૂની અદાવતના કારણે યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. બાઈક અને બોલેરો પીકઅપમાં આવેલા શખ્સોએ કારને આંતરી તોડફોડ કરી અને યુવકને અલગ અલગ બે સ્થળે લોખંડના પાઇપ, ધોકા, છુટ્ટા પથ્થરના ઘા મારી બેફામ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ થતાં રાજકોટમાં સારવારમાં ખસેડાયો છે.

મળતી વિગતો મુજબ, વાંકાનેરના મિલ કોલોની વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય દેવભાઈ સુરેશભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી રહીમ રાયધન રહે. વાંકાનેર વાળા સાથે જૂની અદાવતનું મનદુઃખ ચાલતું હોય ત્યારે તેનો ખાર રાખી ગત તા.૧૧ ઓક્ટોબરના રોજ બપોરના અરસામાં દેવભાઈ તેમના મિત્રો સાથે સ્વિફ્ટ કારમાં રાવકી ગામે જઈ રહ્યા હતા. દરમિયાન મિલ પ્લોટ ફાટક પાસે રહીમ રાયધન સહિત બાઈક પર આવેલા શખ્સોએ કારને આંતરી લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી હુમલો કરી કાચ તોડી નાખ્યા હતા. ત્યારબાદ બોલેરો પીકઅપમાં આવેલા શખ્સે પણ કાર પર ધોકાથી હુમલો કર્યો હતો. ત્યારે દેવભાઈ કાર લઈને ત્યાંથી નીકળી મિત્રના ઘરે પહોંચ્યા ત્યાં પણ આરોપીઓએ ઘરમાં ઘૂસીને તેને માર માર્યો હતો. બાદમાં તેને વીસીપરા વિસ્તારમાં લઈ જઈ ફરીથી લોખંડના પાઇપ, ધોકા અને ઢીકાપાટુ મારી હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં દેવભાઈના ડાબા હાથની કોણી અને ડાબા પગમાં ફ્રેક્ચર, માથામાં ટાંકા સહિતની ઈજાઓ થઈ હતી જેથી સારવાર માટે તેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ભોગ બનનાર દેવભાઈ ચૌહાણની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી રહીમ રાયધન, અકબર મુસા, સોહીલ કટીયા, સુમીત કોળી, મોયનો, ચંકીળો ઉર્ફે ખાનભાઈ અને રમજાન કટીયા બધા રહે.વાંકાનેર અને ત્રણ અજાણ્યા શખ્સ સહિત ૧૦ આરોપીઓ સામે મારામારી, નુકસાની, રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની અટક કરવા આગળની તપાસ તેજ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!