Thursday, October 15, 2026
HomeGujaratવાંકાનેર:મેસરીયામાં ખેડૂત પર તલવાર-પાઈપથી હુમલાનો પ્રયાસ, કારનો કાચ તોડ્યો

વાંકાનેર:મેસરીયામાં ખેડૂત પર તલવાર-પાઈપથી હુમલાનો પ્રયાસ, કારનો કાચ તોડ્યો

દારૂના ગુનામાં પકડાયેલી કાર છોડાવવા ન જતા જેનો ખાર રાખી બે શખ્સોએ હુમલાનો પ્રયાસ કર્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના મેસરીયા ગામે દારૂના ગુનામાં પકડાયેલી કાર છોડાવવા ન જવાનો ખાર રાખી બે શખ્સોએ ખેડૂત પર હુમલાનો પ્રયાસ કરી કારને નુકસાન પહોંચાડ્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના ખેડૂત અર્શદભાઈ હૈયાતભાઈ વડાવીયા ઉવ.૨૩ની ફરિયાદ મુજબ, અગાઉ અર્શદભાઈએ પોતાની અર્ટિગા કાર રાજકોટના રફીકભાઈ પીપરવાડીયાને વેચી હતી, પરંતુ લોન ચાલુ હોવાથી કાર તેમના નામે હતી. ત્યારે આ કાર દારૂના ગુનામાં પકડાતાં તેને છોડાવવા અર્શદભાઈ ન જતા તેનો ખાર રાખી અમન પીપરવાડીયા રહે. રસીકગઢ તા.વાંકાનેર તલવાર અને શાકીર પીપરવાડીયા રહે.મેસરીયા તા.વાંકાનેર વાળા લોખંડનો પાઈપ લઈને આવ્યા હતા અને અર્શદભાઈને મારવા દોડ્યા હતા. ત્યારે અર્શદભાઈ ભાગીને તેમના ઓળખીતા દોલુભાઈની ક્રેટા કારમાં બેસી જતાં હતા ત્યારે આરોપી શાકીરે પાઈપ મારી કારનો આગળનો કાચ તોડી નાખ્યો હતો. હાલ વાંકાનેર પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!