Thursday, October 15, 2026
HomeGujaratમોરબી કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું સઘન નિરીક્ષણ કર્યું

મોરબી કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું સઘન નિરીક્ષણ કર્યું

ફિશ કેચ કલ્ચર અને માછીમારી પ્રવૃત્તિઓ અંગે મેળવી વિગતો; સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ચાલી રહેલી પ્રવૃત્તિઓ અને તેની સંભાવનાઓનો તલસ્પર્શી તાગ મેળવવાના હેતુથી જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબીના મચ્છુ-૨ ડેમ ખાતે પ્રત્યક્ષ મુલાકાત લઈ મત્સ્યોદ્યોગ સંબંધિત કામગીરીનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ નિરીક્ષણ મુલાકાત દરમિયાન કલેક્ટરે ડેમ ખાતે ચાલી રહેલા ફિશ કેચ કલ્ચર, માછીમારીની દૈનિક પ્રવૃત્તિઓ તેમજ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા વ્યવસાયોને પ્રોત્સાહન મળે અને આ ક્ષેત્રે થતી કામગીરી વધુ વેગવાન બને તે અંગે અધિકારીઓ સાથે સવિસ્તર ચર્ચા કરી કલેક્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પૂરી પાડવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!