મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન નજરબાગ રેલવે સ્ટેશનથી આગળ જુના રફાળિયા રોડ પર શંકાસ્પદ હાલતમાં ઊભેલા રાહુલ શંકરભાઈ ધોળકિયા ઉવ.૨૯ રહે.ભડીયાદ કાંટા પાસે મોરબી-૨ વાળાની તપાસ કરતાં તેની પાસેથી કિંગફિશર બિયરના ૨૪ ટીન કિ.રૂ.૩,૦૦૦/- મળી આવ્યા હતા. આ સાથે પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી રાહુલની ધરપકડ કરી હતી. ત્યારે પકડાયેલ આરોપીની પૂછપરછમાં તેણે આ બિયરનો જથ્થો અનીશ સલીમભાઈ પંજવાણી રહે. સો ઓરડી જારીયા પાનવાળી શેરી મોરબી-૨ પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આરોપી અનીશને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આ મામલે બન્ને આરોપીઓ સામે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






