Tuesday, October 20, 2026
HomeGujaratમોરબી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કન્યા પૂજન કરવામાં આવ્યું

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કન્યા પૂજન કરવામાં આવ્યું

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા મોરબી શહેરની વિવિધ સેવા વસ્તીઓમાં યોજાતા નવરાત્રી ગરબી મહોત્સવ દરમિયાન કન્યા પૂજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માતાજીની આરાધના સાથે કન્યાઓને શક્તિ સ્વરૂપ માની તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૨૦૦ જેટલી કન્યાઓને તિલક કરી, પૂજન અર્ચન કરીને તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા અને સાથે સાથે કન્યાઓને ભેટ સ્વરૂપે લાણી પણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને નારીશક્તિ પ્રત્યે આદરભાવની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો. સેવા વસ્તીઓમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે યોજાયેલા આ કન્યા પૂજન કાર્યક્રમથી ઉત્સાહ અને ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું.

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા સમાજમાં ધાર્મિક સંસ્કારો, સામાજિક સમરસતા અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. નવરાત્રી પર્વ દરમિયાન કરવામાં આવેલું આ કન્યા પૂજન પણ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરતું એક સુંદર આયોજન બની રહ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!