વિદેશી દારૂના ૩૨૧ ચપલા, બિયરના ૪૫ ટીન અને ઇકો કાર સહિત પોલીસે રૂ.૨.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
ટંકારા પોલીસે અરણીટીંબા-જીવાપર ગામ વચ્ચેના કાચા રસ્તા પર ઇકો કારમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર સહિત કુલ રૂ.૨,૫૨,૧૭૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ટંકારા પોલીસ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે અરણીટીંબાથી જીવાપર તરફ જતા કાચા રસ્તા ઉપર ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એએફ-૪૨૩૫ ને રોકીને તપાસ કરવામાં આવી હતી. કારમાંથી વિદેશી દારૂની ૧૮૦મિલી.ની ૩૨૧ બોટલ અને કિંગફિશર બિયરના ૪૫ ટીન મળી આવ્યા હતા. આ મામલે પોલીસે જીવાપર ગામના જયદીપભાઈ મનજીભાઈ બારૈયા ઉવ.૨૩ની અટકાયત કરી હતી. આ સાથે પોલીસે દારૂ-બિયરનો જથ્થો કિ.રૂ.૫૨,૧૭૦/- અને ઇકો કારની કિ.રૂ. ૨ લાખ મળી કુલ રૂ.૨,૫૨,૧૭૦/- નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






