જનસેવા અને સામાજિક સમરસતાની ભાવના સાથે અનોખી સેવાકીય પહેલ:કોર્પોરેટર ભુપતભાઈ જારીયા અને જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા ૧૦૦૦થી વધુ દીકરીઓને લાણીનું વિતરણ કરાયું
મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩માં કોર્પોરેટર ભુપતભાઈ જારીયા અને જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા વોર્ડની તમામ નવરાત્રી ગરબી મંડળીઓમાં ૧૦૦૦થી વધુ દીકરીઓને લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત વૃંદાવન પાર્ક, રામકૃષ્ણનગર, વિકાસ પાર્ક, ભાગ્યલક્ષ્મી સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલ સામેનો વિસ્તાર, વર્ધમાન નગર સહિતના વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.
‘સેવા પરમો ધર્મ’ના મંત્રને ચરિતાર્થ કરતી આ પહેલ દ્વારા દીકરીઓના ચહેરા પર ખુશી લાવવાની સાથે સામાજિક એકતા, આત્મીયતા અને સહયોગનો સંદેશ આપવામાં આવ્યો હતો. લોકસંપર્ક અને જનસેવાની ભાવના સાથે યોજાયેલી આ પ્રવૃત્તિ વોર્ડ નં. ૩માં સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની હતી.






