મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નીલ ખરેએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની દફતર તપાસણી કરી હતી. આ દફતર તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનના અલગ અલગ રજીસ્ટર અને રેકોર્ડ બૂકની નોંધ અને વિગતો અંગે ચકાસણી કરી હતી.
આ પોલીસ સ્ટેશનની દફતર તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનમાં લોકઅપ રૂમ, ઇન્વેસ્ટિગેશન રૂમ, મુદામાલ રૂમ, સાંત્વના રૂમ, કમ્પ્યુટર રૂમ, ક્રાઈમ ઓફિસ અને વાયરલેસ રૂમની મુલાકાત કરી હતી.
આ ઉપરાંત પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સની મુલાકાત લઈ ત્યાનાં રહીશો સાથે સંવાદ કર્યો હતો અને સ્વચ્છતા અંગે સમીક્ષા કરી હતી.






