Thursday, October 22, 2026
HomeGujaratમોરબીના લાતીપ્લોટમાં મોપેડમાંથી વિદેશી દારૂના ૨૩ ચપલા સાથે યુવકની અટકાયત

મોરબીના લાતીપ્લોટમાં મોપેડમાંથી વિદેશી દારૂના ૨૩ ચપલા સાથે યુવકની અટકાયત

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ શેરી નં. ૨ માં મોપેડ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક યુવકને ઝડપી લેવામાં આવ્યો છે, પોલીસે તેની પાસેથી વિદેશી દારૂના ૨૩ ચપલા જપ્ત કર્યા હતા, આ સાથે દારૂ આપનારનું નામ ખુલવા પામ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના લાતીપ્લોટ શેરી નં. ૨માં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે પ્લેઝર મોપેડ રજી.નં. જીજે-૩૬-ક્યુ-૩૪૭૬માં તપાસ કરતાં વિદેશી દારૂની ૮પીએમ વ્હિસ્કીની ૧૮૦મિલી.ની ૨૩ બોટલ કિ.રૂ.૨,૮૭૫/- મળી આવી હતી, જેથી પોલીસે આરોપી માધાપર શેરી નં. ૨માં રહેતા કાર્તિકભાઈ મોહનભાઈ કણજારિયા ઉવ.૩૯ની અટકાયત કરી હતી. આ સાથે પોલીસે દારૂ અને મોપેડ સહિત કુલ રૂ.૨૭,૮૭૫/- નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ ઉપરાંત દારૂ વેચાણ માટે ઇકબાલ ઉર્ફે ઇક્કો કટિયા રહે. જૂના બસ સ્ટેશન પાસે મોરબી વાળાએ આપ્યો હોવાની પકડાયેલ આરોપીની કબુલતને આધારે પોલીસે બંને વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!