પાણીના અવેડા પાસે બાવળની ઝાડીમાંથી બે બેરલ મળી આવ્યાં: રૂ.૧૦ હજારનો મુદ્દામાલ નાશ કરાયો, આરોપી ફરાર.
હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે બુટવડા ગામની સીમમાં નવા બુટવડા ગામના પાણીના અવેડા પાસે વોકળામાં બાવળની ઝાડીમાં બુટવડા ગામના મહિપત બહાદુરભાઈ સુરાણી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી અને આથો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે બાવળની ઝાડીમાં તપાસ કરતાં ૨૦૦ લીટરની ક્ષમતાવાળા બે પ્લાસ્ટિકનાં બેરલ મળી આવ્યાં હતાં. બંને બેરલમાં કુલ ૪૦૦ લીટર આથો કિ.રૂ. ૧૦ હજાર મળી આવ્યો હતો જેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે આરોપી મહિપતભાઈ બહાદુરભાઈ સુરાણી હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






