Friday, October 23, 2026
HomeGujaratમાળીયા-હળવદ હાઇવે પર નવા દેવળીયા ગામના પાટિયા પાસે આઇસરની ટક્કરે વૃદ્ધ બાઇકચાલકનું...

માળીયા-હળવદ હાઇવે પર નવા દેવળીયા ગામના પાટિયા પાસે આઇસરની ટક્કરે વૃદ્ધ બાઇકચાલકનું મોત

૬૯ વર્ષીય બળવંતસિંહ પરમારનું અકસ્માતમાં મૃત્યુ: ટક્કર મારી આઇસરચાલક ટ્રક સાથે ફરાર.

- Advertisement -
- Advertisement -

માળીયા-હળવદ હાઇવે પર નવા દેવળીયા ગામના પાટિયા નજીક આઇસર ટ્રકની ટક્કરથી બાઇકચાલક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આઇસરચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ હિટ એન્ડ રન અકસ્માતના બનાવ અંગે મૃતકના ભત્રીજાની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી આઇસર ચાલક સામે ગુણક નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા ૬૯ વર્ષીય બળવંતસિંહ જોરૂભા પરમાર ગત ૧૯ ઓક્ટોબરના રોજ મોટરસાઇકલ રજી.નં. જીજે-૩૬-એડી-૯૪૦૪ ઉપર જઈ રહ્યા હતા ત્યારે નવા દેવળીયા ગામના પાટિયા નજીક માળીયા તરફથી આવતા આઇસર ટ્રક રજી.નં. જીજે-૦૬-એઝેડ-૭૫૪૪ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.

આ અકસ્મતમાં બળવંતસિંહને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ આઇસર ચાલક ટ્રક લઈને હળવદ તરફ ફરાર થઈ ગયો હતો. મૃતકના ભત્રીજા ગુમાનસિંહ ઉર્ફે મનુભા પરમારે સમગ્ર બનાવ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!