ઝીંઝુવડા રોડ પર વાગડાસર તળાવ પાછળ બાવળની કાંટમાંથી રૂ.૪૭,૫૦૦/-નો દારૂનો જથ્થો કબજે કરાયો.
મોરબી તાલુકાના ફડસર ગામની સીમમાં પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૮૦ બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.૪૭,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમને ખાનગીરાહે બાતમી મળી હતી કે ફડસર ગામની સીમમાં ઝીંઝુવડા રોડ પર વાગડાસર તળાવ પાછળ બાવળની કાંટમાં સંજય વિજયભાઈ સોનરીયા દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે. જેથી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં સ્થળ પરથી સંજય વિજયભાઈ સોનરીયા ઉવ.૩૨ રહે. ફડસર તા.મોરબી વાળાને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૮૦મિલી. ની ૩૮૦ બોટલ રૂ.૪૭,૫૦૦/- મળી આવતા પોલીસે આરોપીની અટક કરી પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






