Friday, October 23, 2026
HomeGujaratટંકારા પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ૧૪ લાખથી વધુનો...

ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો

કચ્છ ભુજ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના તેમજ વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા પ્રજા કલ્યાણ અને પ્રજા ઉપયોગી કામગીરી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાના સુપરવિઝન હેઠળ ટંકારા તાલુકા વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરી, અલગ-અલગ ગુમ થયેલ મોબાઇલ ફોન તથા સાયબર ફ્રોડના ગુનાઓમાં જપ્ત કરાયેલ કુલ ૧૪,૧૪,૪૦૨/- રૂપિયાનો મુદ્દામાલ મૂળ ફરિયાદીઓ તથા અરજદારોને પરત સોંપવામાં આવ્યો છે.

ગત તા. ૦૪/૦૨/2૦૨૬ ના રોજ ફરિયાદી ધુનાબેન પલાસ ગામથી રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે આરોપીએ તેમના ગળામાં પહેરેલ સોનાનો હાર ઝૂંટવીને નાસી છૂટ્યા હતા.

આ ઉપરાંત, તા. ૦૧/૦૮/૨૦૨૬, તા. ૦૫/૦૮/૨૦૨૬ અને તા. ૧૬/૦૮/૨૦૨૬ ના રોજ ટંકારા વિસ્તારના સરાયા જૂનું ગામ અને ટંકારા શહેરના અલગ-અલગ મકાનોમાં અજાણ્યા ચોરોએ ઘૂસીને સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી, જે અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા હતા.

નામદાર ટંકારા કોર્ટના હુકમથી પકડાયેલા આરોપીઓ પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના હસ્તે ફરિયાદીઓને પરત સુપરત કરવામાં આવ્યો છે.

પરત આપવામાં આવેલ મુદ્દામાલની વિગત મુજબ અલગ અલગ ગુનામાં ગયેલ સોનાની બુટી તથા ચાંદીના સાંકળા, સિક્કા તેમજ સોનાનો ઢારીયો સહિત સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા આ સિવાય અલગ અલગ ગુમ થયેલ ૧૦ મોબાઇલ ફોન, સાયબર ફ્રોડથી ગયેલ રોકડા રૂપિયા ૨,૦૫,૦૦૦/- પરત અપાયા છે. આમ કુલ મળીને રૂપિયા ૧૪,૧૪,૪૦૨/- નો મુદ્દામાલ મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!